Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Jasmeen Shah

Inspirational Others


2.5  

Jasmeen Shah

Inspirational Others


સસ્નેહ

સસ્નેહ

1 min 14.2K 1 min 14.2K

ફક્ત સંબંધોથી નથી

તેનું અસીમ સકારાત્મક જીવંત સ્વરૂપ, 

સાવ સરળ કારણ ફક્ત એજ

કે એ સ્ત્રી છે...

સદવિચારોનો સમન્વયપૂર્ણ અવતાર

એટલે સ્ત્રી...

તેની સંલગ્નતા કે કરૂણાને

અન્ય કોની સાથે સરખાવું? 

કુસુમસુરભિ સમ છે સ્ત્રી...

તેને સમોવડી કહેવાનું

નથી ગમતું,

ક્યાં હતી કે કયાં જશેની ફિકર વગર

સતત ચાલનાર કદમ છે સ્ત્રી... 

સાવ નજીવા સાધનોમાંથી પણ

આનંદ શોધી લેનાર

ઉત્તમ અર્થશાસ્ત્રી છે બીજો કોઈ?

ખૂબ અઘરું છે કલ્પવું

આટલું કુંઠિત, બેરંગ જીવન

ઇશ્વરના અદ્ભૂત સર્જનનું... 

એટલે સ્ત્રીનું...

છતાં, આપણે સહુ એકમેકથી જોડાયેલા છીએ

સાચું કહું ? 

સૌમ્ય પવન, વિશાળ ગગન સરીખી  

 આસપાસ છે સ્ત્રી... 

વિશ્વાસ આજે પણ હયાત છે 

એને ટકાવનાર મનની શક્તિ છે સ્ત્રી...

 સઘળા પારંપારિક વિચારોને

મૂકો જરા આઘા... 

સહુના સુહેતુ જીવતી સ્ત્રી 

ફરે છે લઈને જે પ્રતિભા, 

જુઓ આપ્યા જ કરે છે

સતત ઉત્સાહ અને પડકાર... 

શું જાણો છો એ સ્ત્રી છે? 

ન અંકાય ઓછી સૂર્ય પ્રકાશથી

કે રૂપેરી વીજ કાળાડિબાંગ આકાશમહીં, 

વાસ્તવમાં તેની આભા જ છે પ્રેરણાદાયી માનવતાનો શણગાર છે સ્ત્રી ! 


Rate this content
Log in

More gujarati poem from Jasmeen Shah

Similar gujarati poem from Inspirational