સ્પંદન
સ્પંદન
1 min
24.1K
ન જાણી તેં અરવ વૃક્ષની કરૂણા
નહીં તો હરખાઈ જાત,
ન સ્પર્શી તેં ધરાની મખમલી શૈય્યા
નહીં તો મલકાઈ જાત,
ન માણી તેં ઘેરા વાદળોની ભીનાશ
નહીં તો ભીંજાઈ જાત,
ન સુણ્યો તેં ઉમડતા સાગરનો ઘૂઘવાટ
નહીં તો ખોવાઈ જાત,
ન કર્યો તેં કોમળ રંગોમાં વિશ્વાસ
નહીં તો રંગાઈ જાત,
ન કળ્યો તેં આભનાં હેતનો મર્મ
નહીં તો અંજાઈ જાત,
..... વીત્યો કાળ હરખાવાનો, ભીંજાવાનો, રંગાવાનો...
ન કહીશ એમ માનવજાત !