Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jasmeen Shah

Drama

4.8  

Jasmeen Shah

Drama

આભની અટારીએથી

આભની અટારીએથી

1 min
23.7K


એક વાદળનો ટૂકડો મસ્ત મજાનો મોજીલો

રમતો વિશાળ ગગનમાં બનીને છેલછબીલો,


હતી સહસ્ત્રરશ્મી જાજમ 'ને ટોળી પતંગોની

ઊડતો મેઘધનુની ડોરે બની એ રંગરંગીલો,


ના ગઈકાલનું ધુમ્મસ કે આવતી પળની વાછટ

ખરતાં તારા ઝીલીને મલકાતો એ અલબેલો, 


થઈ દોસ્તી હવા સંગ ફૂટ્યું ઝરમર ઝરણું

કરી છેડખાની સૂરોની વહ્યો સંગીતનો રેલો,


અફળાતો અથડાતો જાણે ક્યાં ક્યાં ભટકતો

ગાગરમાં જઈ સમાયો વ્હાલો એ સજીલો, 


ખોવાઈ ગઈ એ હસ્તી રેલાઈ ગઈ એ મસ્તી

સાગર થવાની લગનીમાં બંદી થયો એ ઘેલો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Drama