Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jasmeen Shah

Others

4.4  

Jasmeen Shah

Others

કશિશ તારી એ જિંદગી

કશિશ તારી એ જિંદગી

1 min
24.4K


પ્રભાતના કિરણો સોનેરી, 

કે સાંજ સાજસજીલી,

એ જિંદગી, જાદુથી ફોર્યા છે રંગ તે.


બની અંબરની ખુદાઈ,

'ને કદી દરિયાની ગહેરાઇ, 

એ જિંદગી, જાદુથી વિસામ્યા છે દર્દ તે.


જ્યોતમાં ઝળકતી રોશની,

છીપમાં ચમકીલું મોતી, 

એ જિંદગી, જાદુથી સજાવ્યા છે મર્મ તે.


મ્હેકે ઉપવનમાં નઝારા,

રાતે ચમકે થઈ સિતારા,

એ જિંદગી, જાદુથી શમાવ્યા છે જખ્મ તે.


ગીત સુગંધી શ્વાસોમાં,

ઉર્મિ મધુર આંખોમાં,

એ જિંદગી, જાદુથી ખીલવ્યા છે સ્વપ્ન તે.


Rate this content
Log in