અકળ
અકળ


સૂર્ય ચંદ્ર ને અરરર ટિંગાડી,
ડોર કેવી દરિયાએ સંતાડી.
વાદળીઓ જાય ઘનનન વરસી,
ચુંબકો ધરતી ક્યાં છુપાવતી.
ઝરણા રહ્યા છે ખનનન થનગની,
મૃદંગ વાગે શું ડુંગર મહીં.
નદીઓ વહે ધરરર ધસમસતી,
લપસણી ક્યારેય ના દેખાતી.
ઉમટી ઉમટી જાય ધરરર શમી,
ગલીપચી દરિયા ને કોણે કરી.
અંબરમાં તારા તરરર વિખેરી,
પીચકારી કોણે રે લપાવી.
સુગંધની થાય ફરરર ચોરી,
અદ્રશ્ય ટોળી કઇ આ ફરતી !
વરસાવે જીવન સરરર રશ્મિ,
સૂર્ય ગયું કોણ પ્રગટાવી !
ઘટનાઓ કુદરતી રોજ ઘટતી,
વિજ્ઞાાન ના પુસ્તકે પછી જઇ છપાતી !