વ્યસન
વ્યસન

1 min

23.4K
વ્યસનોથી નરી શાંતિ ખોવાય છે
લ્હેર પળપળની નરી રાખ થઈ જાય છે
તો ય શું વ્યસન છોડાય છે?!
આ સભ્યતા પસ્તી ધૂળ લેખાય છે
ભાવિની અધવચ્ચે ડોર અટવાય છે
તો ય શું વ્યસન છોડાય છે?!
પાલવો પ્રેમના એમ તોલાય છે
હેત છેટું ફકત હેમ મંગાય છે
તો ય શું વ્યસન છોડાય છે?!
ખોખલા તન ખરી ચુગલીઓ ખાય છે
દુ:ખ વેઠે છતાં લોક ભરમાય છે
તો ય શું વ્યસન છોડાય છે?!