પડે છે
પડે છે


ઝખ્મો પામીને પણ જીવવું પડે છે,
જીવતાં રહીને પણ મરવું પડે છે.
જુવો તો ખરા હાલ આ જગતમાં,
માણસ બની કેટલું ગુમાવવું પડે છે.
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા,
છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
સમાજ સાથે હળીમળીને રહેવા,
કારણ વગર પણ શરમાવુ પડે છે.
જોવા માંગતા ન હોય ચહેરા જેના,
એવાઓની સામે પણ મલકવું પડે છે.
સત્ય ખાતર જતું કરવું સમજ્યા,
જુઠ્ઠાઓને પણ અહીં નમવું પડે છે.
અફસોસ છે 'સતીષ' એટલો જ કે -
સચ્ચાઈ ને અહીંયા ચુપ રહેવું પડે છે.