રહેવું છે
રહેવું છે
1 min
14.5K
તારી આંખોની અમી થઈને રહેવું છે
તારા હોઠોની હસી થઈને રહેવું છે
ભુલી જગતની બધી રીતભાત મારે
તારા ચોટલાની વેણી થઈ ને રહેવું છે
સતત સ્પર્શી શકું ચાંદ'શા વદનને
એટલે તારા કેશની લટ થઈ ને રહેવું છે
પડ્યો રહીશ ખૂણામાં તુજ હ્રદયના
તારા દિલનાં ભાડુત થઈને રહેવું છે
સુખમાં તો હોય સૌ સંગાથે મારે તો
તારા દુખના ભાગીદાર થઈને રહેવું છે
જીવન લાગેના ખારું ઝેર ક્યારેય તને
તારી ધમનીઓમાં અમૃત થઈને રહેવું છે
બાદશાહી બહુ ભોગવી "સતીષે" હવે તો
તારા દિલમાં કાયમ ગુલામ થઈને રહેવું છે
