STORYMIRROR

Sathis Sakhiya

Others

3  

Sathis Sakhiya

Others

ઈન્ટરનેટની વસ્તી

ઈન્ટરનેટની વસ્તી

1 min
15.2K


રાચું છું મોબાઇલની મસ્તીમાં;
નાચું છું આભાસી પ્રશસ્તીમાં.

લાઈક ને કોમેન્ટ મેળવીને કેવો,
ફુલાઉં છું હું પ્રસિદ્ધિ સસ્તીમાં.

ભૂલી સ્નેહ ભર્યા સાચા સંબંધો,
આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં.

સમજણ જેવું કશુંય છે જ નહીં,
ને ગણતરી કરું જાતની હસ્તીમાં.

હેલી ક્યાંથી હોય 'સતીષ'સ્નેહની, 
ડુબી છે દુનિયા કાગળની પસ્તીમાં.


Rate this content
Log in