STORYMIRROR

Sathis Sakhiya

Others

2  

Sathis Sakhiya

Others

છે તું

છે તું

1 min
14.3K


હું જ વાંસળી ને હું જ સુર છું
અંદરથી ફુંકે છે જે એ ફુંક છે તું
 
હું જ મોત ને હું જ જિંદગી છું
ઈચ્છા જીવવાની થાય એ હુંફ છે તું
 
તું જ દર્દ છે ને દવા પણ તું મળે
સુખચેન જેનાથી એ સુખ છે તું
 
તું જ આશા ને નિરાશા પણ તું
પામીને ધન્ય થઈ જાવ એ રૂપ છે તું
 
કહે "સતીષ"તું જ દેવ ને દાનવ પણ
તું આપ મોક્ષ સંસારને એ સ્વરૂપ છે તું


Rate this content
Log in