STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

સપ્તરંગી સંબંધોનો પર્વ

સપ્તરંગી સંબંધોનો પર્વ

1 min
278

સપ્તરંગી રંગોનો આવ્યો રે તહેવાર

ચાલોને મનાવીએ સૌ સાચવી વહેવાર

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

લઈ લો રે લઈ લો લાલ લાલ રંગ

એ તો પ્રેમ થકી રહે સૌને સંગ સંગ

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

કેસરીયો છે રંગ એ તો શુરવીરતાને સંગ

રંગ કેસરીયો પહેરી. બતાવો બહાદુરીને અંગ

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

પીળો રંગ અપનાવી, જીવનમાં ખુશી લાવીએ

લીલા લીલા રંગને સંગ પ્રકૃતિનો વિકાસ કરીએ

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

શાંતિ અને પવિત્રતા કાજે અપનાવો સફેદ રંગ 

સ્ત્રીત્વ અને સુંદરતા એ તો ગુલાબી ને સંગ સંગ

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

રહસ્ય ને આધ્યાત્મિકતા એતો રિંગણીયા સંગ

સ્વસ્થ અને નિર્ભરતા રાખવા રહીએ ભુરા સંગ

આવ્યો રે ભાઈ સપ્તરંગી સંબંધોનો પર્વ મજાનો

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational