કવિ
કવિ
કવિ શબ્દો દ્વારા કરે સર્જન કલ્પનાની દુનિયાનું,
વાંચક થાય ખુશ વાંચી સર્જન કલ્પનાની દુનિયાનું.
કવિ શબ્દો દ્વારા લાગણી ભાવ પ્રગટ કરે છે,
વાંચક કવિતામાં સાક્ષાત અનુભૂતિ કરે છે.
કવિ શબ્દો દ્વારા ચોંટદાર રજૂઆત કરે છે,
વાંચક પણ ક્યારેક એમાં સહમતી અર્પે છે.
કવિ શબ્દો દ્વારા ગઝલ, દોહા એમ અલગ રચનાઓ લખે છે,
વાંચકને અલગ અલગ રચના દ્વારા જીવનનો અર્થ સમજાવે છે.
કવિ શબ્દો દ્વારા જૂની માન્યતાઓ બદલવાની કોશિશ કરે છે,
વાંચક પ્રભાવિત થઈ પોતાની વિચારસરણી બદલે છે.
કવિ શબ્દો દ્વારા ક્યારેક રમુજી કવિતાઓ લખે છે,
વાંચક વાંચી જીવનમાં હાસ્યની જરૂરિયાત સમજે છે.
