ફરી ક્યારે મળશું ?
ફરી ક્યારે મળશું ?
1 min
9
સવાર સાંજ સામે છે છતાં એવું લાગે ફરી ક્યારે મળશે ?
વાતો તો થાય છે નકામી જેથી એવું લાગે ફરી ક્યારે સમય મળશે ?
પ્રેમ ભરી ક્ષણ ઘણી જીવવા મળે છતાં એવું લાગે ફરી મળશે ?
કામ પર જવાથી આવવા સુધી ન એક કોલ હોય જેથી લાગે ફરી ક્યારે મળશું ?
સતત તારા જ વિચાર આવે છતાં એવું લાગે ફરી ક્યારે મળશું?
જિંદગીમાં તારા સિવાય ન કોઈનું મહત્વ જેથી લાગે ફરી ક્યારે મળશું.
સ્વપ્નમાં પણ તું હકીકતમાં પણ તું છતાં એવું લાગે ફરી ક્યારે મળશું?
તારી હાજરી ગેરહાજરી સમાન વર્તાય જેથી એવું લાગે ફરી ક્યારે મળશું?
