STORYMIRROR

Bhakti Khatri

Others

3  

Bhakti Khatri

Others

વિજય

વિજય

1 min
7

વિજય મેળવવા સૌ કોઈ લડાઈ લડે છે,

વિજય મહેનતુ વ્યક્તિને મળે છે કે નહિ એ ક્યાં જોવાય છે.


વિજય ન મળ્યાથી સૌ બે શબ્દ સંભળાવી જાય છે,

વિજય મેળવવાની મથામણ ક્યાં કોઈથી જોવાય છે,


વિજય મેળવવા આજકાલ લાંચ અપાય છે,

વિજય માટે મહેનતથી વધુ વ્યક્તિનો દેખાવ જોવાય છે,


વિજયનો દેખાડો કરવા ધોમ પૈસો ખર્ચાય છે,

વિજય બાદ કરેલા વાયદા પૂર્ણ થાય છે કે નહિ એ ક્યાં જોવાય છે. 



Rate this content
Log in