એકલતાની કવિતા
એકલતાની કવિતા
1 min
9
એકલતાની ક્યારેય કવિતા ન કરવાની હોય,
એકલતામાં સ્વયં સાથેની પળ માણવાની હોય,
એકલતાની ક્યારેય વ્યથા ન વર્ણવવાની હોય,
એકલતામાં સ્વયં અંગે વિચારવાની પળ હોય,
એકલતાની ક્યારેય કોઈને જાણ ન કરવાની હોય,
એકલતામાં સ્વયંને ઈશ્વર સમીપ અનુભવવાની પળ હોય,
એકલતાને ક્યારેય વ્યક્તિની નબળાઈ ન સમજવાની હોય,
એકલતામાં મનની શાંતિ અનુભવવાની પળ હોય,
એકલતાને ક્યારેય સુખ કે દુઃખ સાથે ન જોડવાની હોય,
એકલતામાં સ્વયંની તંદુરસ્તી કેળવવા અંગે વિચારવાની પળ હોય,
એકલતામાં ક્યારેય કોઈ એક વ્યક્તિ જવાબદાર ન હોય,
એકલતા તો બંનેના બદલાતા વર્તન અંગે વિચારવાની પળ હોય.
