પ્રેમમાં દાવો
પ્રેમમાં દાવો
1 min
9
પ્રેમનો ક્યારેય દાવો ન કરવાનો હોય,
પ્રેમ તો હંમેશા સાથ નિભાવવાનો હોય,
પ્રેમમાં પ્રેમીના અવગુણો ન જોવાના હોય,
પ્રેમમાં પ્રેમીનો પ્રેમ અને લાગણી જોવાની હોય,
પ્રેમમાં એકબીજાને દોષ ન આપવાનો હોય,
પ્રેમમાં એકબીજાની ભૂલોને અવગણવાની હોય,
પ્રેમમાં પ્રેમીનો સમય ન માંગવાનો હોય,
પ્રેમમાં પ્રેમીની વ્યસ્તતાને સમજવાની હોય,
પ્રેમમાં નાદાનીભર્યા વર્તનને ભોળપણ ન સમજવાનું હોય,
પ્રેમમાં સમજદારી સાથે નાદાની પણ જરૂરી હોય,
પ્રેમમાં સમર્પણની સાથે ત્યાગની ભાવના જરૂરી હોય,
પ્રેમમાં માંગણીથી વિશેષ આપવાની ભાવના જરૂરી હોય.
