મોટી બહેન
મોટી બહેન
1 min
341
ઈશ્વરે આપી અણમોલ ભેટ, આપી એમણે મોટી બહેન,
ઉમરમાં મોટી છતાં સદા બનીને રહે સખી એવી છે બહેન.
સ્વભાવ એવો થાક લાગે છતાં ન માંગવી મદદ એવી છે એ બહાદુર બેન,
રહે સદા તત્પર કરવા સૌની મદદ એવી છે એ બહાદુર બેન.
ગૃહિણી બની નિભાવે પૂર્ણપણે તમામ કાર્યની જવાબદારી,
ફોન કરી કે રૂબરૂ મળી સૌની ખબર પૂછવાની નિભાવે જવાબદારી.
દરેક સંબંધમાં અગણિત લાગણીઓ વહાવે એવી છે બહેન,
દરેક મુશ્કેલીમાં સાથ આપી ધીરજ રાખવાનું સૂચવે એવી છે બહેન.
એના પ્રત્યેની લાગણીને શબ્દોમાં વર્ણવવી અશક્ય એવી છે બહેન,
ફોન પર કલાકો વાત થાય છતાં ન મન ન ભરાય એવી છે બહેન....
