STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ ભજવાની વેળા.

હરિ ભજવાની વેળા.

1 min
406

નબળાં પડ્યાં આંખ અને કાન હરિ ભજવાની વેળા આવી,

કેશમાં પરખાયાં શ્વેત નિશાન હરિ ભજવાની વેળા આવી,


ના સાંભળે કોઈ આપણું ને ધાર્યું આપણું ના જરાય થાય,

ના જળવાય નિજનું સ્વમાન હરિ ભજવાની વેળા આવી,


ચલણ જાય ઘરમાં બદલાઈ ને ના પૂછે કોઈ કૈં આપણને,

ના રહે વશમાં ખુદનાં સંતાન હરિ ભજવાની વેળા આવી,


લાગે જીવન બોજારૂપ; વિરોધ કુટુંબીઓનો જ દેખાય,

ના સચવાય આપણનું સન્માન હરિ ભજવાની વેળા આવી,


સલાહ કે સૂચના આપણી જો કોઈ પણ ધરે નહિ કાન,

ના રહેતું આપણાં વચનનું માન હરિ ભજવાની વેળા આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational