ભેટ ઈશ્વરની પાણી
ભેટ ઈશ્વરની પાણી
ખળખળ વહેતાં નીર, જાણે જીવનની સરવાણી.
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી
હૃદય પણ છલકાવે, કદીક ભીતરથી ખારાં પાણી
પ્યાસ બુઝાવે શરીરની, આ વહેતાં નિર્મળ પાણી..
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી.....
પ્રદૂષણથી જરા સાચવીએ, તો માનવ માટે લાભકારી
બગાડે માનવ જો પાણી, માનવ માટે જ નુકશાનકારી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી,
ભિન્ન ગુણો પાણીના, ક્યાંક શૌર્યવંત ક્યાંક શાંત પાણી.
મહત્વતા પાણીની, ભાવથી નમીને પીનાર શૂરવીરે જ જાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી,
દુકાળે જ કિંમત જળની, સાચી માનવને સમજાણી
ટીંપા માટે તડપતાં માનવી, જોયાં છતાં બગાડે સહુ પાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી,
જાગો જગતનાં માનવી, સાચવીએ અમૂલખ ખજાનો પાણી
'રાજ ' પરમ સ્નેહી બની સાચવીએ, ભેટ ઈશ્વરની પાણી
જોઈ વિચારી હવે વાપરીએ, પાણી અને વાણી
ખળખળ વહેતાં નીર, જાણે જીવનની સરવાણી.
