વિપત વેળાએ ભેરુ સાચો પરખાય
વિપત વેળાએ ભેરુ સાચો પરખાય
જો ને..
પરખ સાચી થાય ભીડ પડે, સગપણ સાચું દોસ્તીનું ઓળખાય,
બાકી વાતો તો સઘળા કરે, શબ્દોથી સ્નેહી સહુ કોઈ થાય,
હે જી..
દોસ્તી ગહન દરિયા સમાન, દોસ્તીના તોલે ન આવે કોઈ,
મિત્ર માથે માથું આપે તોય મૌન રહી પાળે એ દોસ્તીનું પ્રણ,
હે જી..
વિપત પડ્યે વણબોલ્યે પ્રગટી, દુઃખમાં આપે જે સાચો સાથ,
ભેરુ ઈ સાચો વ્હાલો ઘણો, સગો સાચો સદાય ઈ ગણાય,
હે જી..
મિત્ર અમુલખ સંપત્તિ સદાય રાખો હૃદય કેરી એને પાસ,
ભેટ સાચી એ ભગવાન કેરી, દુઃખમાં જે આપે જીવનની આશ,
હે જી..
મિત્રોની વાતો છે મહામૂલી, એની જગમાં જડ્યે ન જોડ,
એવો મળે જો જગમાં સાચો ભેરુ, તો સદાય અંતરસુખ હોય.
