વીરોને ખુદથી વ્હાલો વિજયપથ
વીરોને ખુદથી વ્હાલો વિજયપથ
વીરોને ખુદથી વ્હાલો વિજયપથ
(શોર્યરસના દોહા )
====*****====-----====*****===
હે..જી..
" વિજયપથ ખુદથી પણ વ્હાલો વીરોને. વિજય મળે હરખ ઝાઝો હોય
અરે .રે.. જો ને.. શીશ પડે તોય પાવન ધડ લડે એનું સ્વર્ગમાં સ્વાગત હોય "
જો.. ને...
વાતો વિજયમી છે વીરો તણી એમાં કાયરોને ગતાગમ લગીરેય ન હોય
ઈ તો ઊજળાં ધાવણ સતી જનની કેરા, ભીડ પડે વીરો વ્હારે આવતાં હોય."
હે..જી..
" ધન્ય ધન્ય આ ભૂમિ ભારતની જયાં આવા વિરલા જન્મ ધારણ કરતાં હોય
વિજય માટે જે કમળપૂજા કરે, એના પાળિયાને વિશ્વનાં લોકો નમતા હોય."
હે જી...
કાયરો કરે કાવતરાં અને ભીડ પડે ત્યારે કોઠીમાં જઈને ઈ છુપાય
ઓલા બકરા છાનાં બક બક કરે, સાવજ સામે ભણે છે હુંકાર."
જો ને..
વિજય મળે નહીં એમ કાંઈ વાટમાં, બળ બુદ્ધિને સાહસની પણ જરૂર હોય
અંતરમાં પ્રગટે પાકી ઈચ્છા પછી ઊજળાં કર્મથી જ નર વિજય મેળવતા હોય "
