મૌનની ધારદાર તલવાર
મૌનની ધારદાર તલવાર
બૂઠાં પડે તમારાં વાક્યો ને શબ્દો,
હું તો મૌનની ધારદાર તલવાર છું.
રાખો તમે મંતવ્યો તમારા ખુદની પાસે,
હું તો ખુદના બહુમતની સરકાર છું.
બાંધી ન શકો કોઈ બેડીમાં મને,
હું તો અગણિત, અકળ આકાર છું.
અપાર શક્તિને પચાવીને શાંત રહે,
હું બસ તે જ વાવાઝોડાનો પ્રકાર છું.
નકશો મારો શોધવા ન મથશો તમે,
હું તો ચંદ્રનો વણખેડ્યો વિસ્તાર છું.
હું જ એક છું, હું જ અનેક હજાર છું,
અશક્ય બનાવે શક્ય, હું તે જ ચમત્કાર છું.