STORYMIRROR

Hasmukh Rawal

Action

4  

Hasmukh Rawal

Action

ગુજારીશ

ગુજારીશ

1 min
27.2K


ગુજારીશ..


ઉપરવાળા એ લખ્યા છે એટલા દિનની ઈચ્છા છે,

તમારી ગુંજ હો મનમાં એ મહેફિલની ઈચ્છા છે!


મઝાહો માણવી છે તમારી સાથે રહીને તરવાનીજ,

ટચુકડા દીલના દરિયે બનવા મીનની ઈચ્છા છે!


સજાવટ આટલી બસ છે અમારે ઝીંદગી આખી,

કમલ થઈને ખીલો જીગરની ઝીલ ની ઈચ્છા છે!


કરિશ્મા ઝીંદગી છો જોઈ લેતી આજ આપણા,

નાચો નાગણી થઈ હૃદયના બિનની ઈચ્છા છે!


બની સાવનની વર્ષા , બની ફાગણ ફૂલી ફાલો

રહો સંગમાં એવી દિલે મંઝિલની ઈચ્છા છે!


અલાડીનના દિપકને પણ હવે આરામ દઈ દો,

ઠરી ને થામેં જઈ બેસો એય જિનની ઈચ્છા છે


ના રાધા ના મીરા, બની રુક્મિ ને વસો અહીંયા,

પરમેનેન્ટ આવી જાવ એવીજ દિલ ની ઈચ્છા છે!



Rate this content
Log in

Similar gujarati poem from Action