STORYMIRROR

Ashish Panchal

Drama Action Fantasy

4  

Ashish Panchal

Drama Action Fantasy

રાખું છું

રાખું છું

1 min
628

કરવાનાં હતાં સવાલો ઘણાં એટલેજ જવાબ તૈયાર રાખું છું,

લખવાનું મન ઘણું થાય છે એટલેજ જોડે કાગળ ને પેન રાખું છું.


હવે આવે નહીં નિસાસા પાસે એટલેજ દરવાજે તાળું રાખું છું,

હવે જાણવું છે ઘણું એટલેજ મિત્રો સાથે નાનો પ્રવાસ રાખું છું.


રિસાયેલા લોકોને મનાવવા છે હવે એટલેજ શબ્દો ભરપૂર રાખું છું,

ડરું છું માત્ર એકજ વ્યક્તિથી એટલેજ તેને ખૂણામાં છૂપાડીને રાખું છું.


ભૂલી ના શકું તમને એટલેજ તમારી છબી છાપીને રાખું છું,

યાદ આવતો રહું તમને એટલેજ થોડીક મુલાકાત રાખું છું.


હવે આવે નહીં આંખમાં આસું એટલેજ છોકરીઓથી બે ફૂટનું અંતર રાખું છું,

વાંચ્યું છે તમે આ ધ્યાનથી એટલેજ તમારું દિલમાં સ્થાન રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama