STORYMIRROR

Ashish Panchal

Drama Romance Others

3  

Ashish Panchal

Drama Romance Others

હું આ શું કરી રહ્યો છું

હું આ શું કરી રહ્યો છું

1 min
307

અમુક વાર સવાલ થાય છે મનમાં,

કે હું આ શું કરી રહ્યો છું,

સફળ થઈ રહ્યો છું કે જિંદગી બરબાદ કરી રહ્યો છું.


કેવી રીતે આપી શકું જવાબ, એ વાતનો

હું પણ એજ સવાલમાં અટવાયો છું.


ક્યારેક તેજી તો ક્યારેક શૂન્ય પર હોઉં છું,

મંજિલના કિનારે છું કે રસ્તા પર આમ જ ભટકું છું.


દોસ્તો છૂટી રહ્યાં છે સંબંધ તૂટી રહ્યા છે,

સ્વપ્નની દુનિયામાં જાણે એકલો પડી રહ્યો છું.


હા ગુમનામ છું,

નામ માટે જ લડી રહ્યો છું.

ચાલતા શીખવ્યું પપ્પા તમે,

હવે ઊડવાની કોશિશ કરી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama