પરિવર્તન
પરિવર્તન


મોબાઈલ ને સ્માર્ટ ફોનનો નહોતો જૂનો જમાનો
વાતો કરતા વાંસ ને દોરાની બનાવીને કમાનો
ફેસબુક ને વોટ્સઅપ વળી કઈ હતી મોટી બલા
ફેસ ટુ ફેસ તો દોસ્તો ઊભા હતા શેરીઓમાં ભલા
વિડિઓ ગેમ શું કામ અમારે એકલા રમવી પડે
નાના મોટા ભાઈ બેન ને ભત્રીજા હતા પગે ખડે
સગાઓ હતા મબલખ મામા માસી કાકા ને ફઈ
ને ખોબલો ભરીને છૈયા સૌને ખામી વાતની કઈ
સૂનું ક્યારેય પણ લાગતું નહીં વિના ટેડી બિયર
મોજમસ્તી કરે હજરાહજૂર જીવતા ભાભી દિયર
આંબલી પીપળી રમવા માટે તો ના પૈસા જોઈએ
બાવળ શૂળ બકરી લીંડી માંગ્યા પૈસા ના કોઈએ
વગર કોંચીંગે ગિલ્લી દંડા શીખ્યા'તા જન્મજાત
ધોકાનું બેટ ને ટાયરના દડાથી ક્રિકેટ દિવસ રાત
મોબાઈલ ને સ્માર્ટ ફોનનો નહોતો જૂનો જમાનો
હુ તુ તુ તું ને ખોખો વગર સાધનની રમત માનો !