STORYMIRROR

Harshida Dipak

Action

3  

Harshida Dipak

Action

ગીત --

ગીત --

1 min
28.9K



પાતાળે જઈ પલળેલું ને આભે જઈ પથરાયું, 

ગીત મજાનું ગમતીલું વરણાગી થઈ મેં ગાયું ...! 


ઓલી કોરે ઝાલર વાગી આલીકોર ભણકારા, 

ઘેરી ઊભા અંધારાં 'ને દીવડાના અણસારા, 

વચમાં ઊભાં ગોરાદે ને મનડું કાં મુંઝાયું ....

    ગીત મજાનું ગમતીલું......! 


સૂના સૂના મહેલોમાં ગુંજે છે કામણગારા, 

તંબુરાના  તારે તારે કોણ પુગે પરબારા, 

શામળિયાના પગલે પગલે ગીત અહીં ખોવાયું .....

    ગીત મજાનું ગમતીલું......! 


છાતીના ધબકારે ગુંજે વાંસલડીના સૂરો, 

મોરપિચ્છનો રંગ ઉછળે અંગ અંગમાં પૂરો, 

ડૂમો ઓઢી સૂતી શર્વરી એનું ગીત ખોવાયું ....

    ગીત મજાનું ગમતીલું......! 


Rate this content
Log in

Similar gujarati poem from Action