હું એક સ્ત્રી છું
હું એક સ્ત્રી છું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હું એક સ્ત્રી છું માટે જણાવી દઉ હું કોણ છું ?
ઘરની દિકરી છું સંપૂર્ણ માનો રોલ નિભાવું છું
અબળા છું પણ ક્યારેક સિંહણ બની જાવ છું
હાથમાં કડછીની સાથે કલમ પેન રાખી જાણું છું
પુરુષની ગેરહાજરીમાં ઓફિસ સંભાળી લઉ છું
નારી છું પણ ભલભલાને પાણી પિવડાવી દઉં છું
અવળચંડાની સાથે અવળચંડાઇ કરી જાણું છું
આલી મવાલીને હડફેટે લઇ પૂરા પાઠ ભણાવું છું
નારી શોષણ સામે બળવાખોર બની ઉભી રહું છું
સ્ત્રી થઈ પણ કદીક પુરુષ સામે અવાજ ઉઠાવુ છું