Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pallavi Oza

Others

4.0  

Pallavi Oza

Others

બાર માસનો ઉત્સવ

બાર માસનો ઉત્સવ

1 min
142


ગુજરાતી કેલેન્ડરના બાર માસ

હર એક માસનું અલગ મહત્વ

દર મહિનાની ઉજવણી થાય,


કારતક માસનો પહેલો દિવસ

એમને બેસતું વરસ કહેવાય

ઘરે સૌના અભિનંદન પઠવાય,


પાંચમ ને લાભ પાંચમ કહેવાય

નોકરી ધંધા રોજગાર શરુ થાય

લાભપાંચમનું લક્ષ્મી પૂજન થાય,


તુલસી વિવાહ આવે અગિયારસ

એ દિવસ લગ્નોની શરૂઆત થાય

કારતક માસની ઉજવણી કહેવાય,


માગશર માસમાં આવતી ક્રિસમસ

ખ્રિસ્તીઓનું નવું વર્ષ ચર્ચમાં થાય

માગશર માસની ઉજવણી કહેવાય,


પોષ માસમાં આવતી મકર સંક્રાંત

પતંગોનો દિવસ દાન ધર્માદાનો દિન

આ પોષ માસની ઉજવણી કહેવાય,


મહા માસમાં શિવરાત્રીનો તહેવાર

આ દિન શંકર ભગવાનનો જન્મદિન

આ મહામાસની ઉજવણી કહેવાય,


ફાગણ માસે અબીલ ગુલાલ ઉડાડાય

ખેલૈયાઓ રંગેથી રમે ધૂળેટી કહેવાય

આ ફાગણ માસની ઉજવણી કહેવાય,


ચૈત્ર માસમાં આવે રામનવમીનો તહેવાર

દશરથ પુત્ર રામનો જન્મ દિવસ કહેવાય

આ માસ ચૈત્ર માસની ઉજવણી કહેવાય,


વૈશાખ માસમાં ગણેશ ચતુર્થી ઉજવાય

ઘી થી લચપચતા લાડુ ગણેશ ને ધરાય

આ વૈશાખ માસની ઉજવણી કહેવાય,


જેઠ માસ તો ગદાધારી ભીમનો કહેવાય

ભીમઅગિયારસની ખેતમાં વાવણી થાય

આ જેઠ માસની ઉજવણી કહેવાય,


અષાઢ માસ બાલિકાનો વ્રતનો તહેવાર

નાની બાલિકાઓ ગૌરીવ્રત કરવા જાય

આ અષાઢ માસની ઉજવણી કહેવાય,


શ્રાવણ માસ તહેવારોની બોલે રે રમઝટ

બળેવ રક્ષાબંધન બોળચોથ નાગપાંચમ

છઠ્ઠ શીતળા સાતમ અને ગોકુળ આઠમ,


અડધા શ્રાવણ માસમાં ઉત્સવ મનાવાય

દરેક દિવસનુ પોતાનું હોય અલગ મહત્વ

આખો શ્રાવણ માસ ઉજવણીનો ગણાય,


ભાદરવો માસમાં પિતૃપક્ષને તર્પણ કરાય

ખીર દૂધપાક રોટલીની કાગવાસ નખાય

ભાદ્રપદ ભાદરવો માસ પિતૃઓનો ગણાય,


આસો માસ તો નવલાં નોરતાનો ગણાય

શેરીએ ને પાર્ટી પ્લોટમાં રાસ ગરબા થાય

ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબા ગાય,


વદ અગિયારસથી દિવાળી શરૂ થાય

ઘેર ઘેર કોડિયામાં દીવડા પ્રગટાવાય

રંગબેરંગી કલરની રંગોળી બનાવાય,


અમાસના દિવસે દિવાળી ઉજવાય

તેને વર્ષનો આખરી દિવસ કહેવાય

મોડી રાત સુધી આતશબાજી થાય,


નવપલ્લવ કહે અમે ગુજરાતી માનવ

આખુ વરસ અમારે ઉત્સવોનું ગણાય

બારે માસ ગુજરાતમાં ઉજવણી થાય.


Rate this content
Log in