STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

શબ્દોનો મહેલ

શબ્દોનો મહેલ

1 min
126

પહેલા સ્વરને લઈ કર્યું ખાતમુહૂર્ત,

વ્યંજનોની મદદ લઈ બનાવી ભીંત,


વચમાં સ્વરો ઉમેરીને કરી મજબૂત,

અલ્પવિરામો મૂકી લાવતા વૈવિધ્ય,


ઉદગારચિન્હ મૂકી કર્યો શણગાર,

અર્ધવિરામે પૂર્યા છે તેમાં પ્રાણ,


અવતરણ ચિન્હથી બનાવ્યા ખંડ,

ગુરુરેખાથી બનાવી વિશાળ છત,


કૌંસનો પ્રયોગ કરી બાંધ્યા ઝરૂખા,

વિગ્રહરેખાના મૂક્યા બારી બારણાં,


ઉદગાર ઉમેરી તો બાંધ્યા તોરણીયા,

પ્રશ્નાર્થ મૂકીને લટકાવ્યા તોડલીયા,


લોપક ચિન્હ લાવતા ઘર લાગે પોતાનું,

પૂર્ણવિરામ મૂકીને મારૂં ઘર થયું પુરૂ,


વિચારોનો ઉપયોગ કરી બનાવતી મહેલ,

દૂરથી નિહાળુ હું મારો શબ્દોનો મહેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama