પ્રિયતમા સાથે મુલાકાત
પ્રિયતમા સાથે મુલાકાત
ઉગતા સૂરજના કિરણોઓથી સવાર શોભી રહી છે,
પક્ષીઓના કલરવથી મન પણ આનંદિત બની રહ્યું છે.
સૂંદર શણગાર સજીને સામૈયું કરજે મારી વાલમ,
તારો પ્રિયતમ તુજને મળવા આજે આવી રહ્યો છે.
તારી પાસે ચાલીને આવતા સાંજ થવા આવી છે,
તારી મુલાકાત માટે મારૂ હ્રદય ખૂબ તડપી રહ્યુ છે.
તારાઓને જાનૈયા બનાવીને લાવીશ મારી વાલમ,
તારો પ્રિયતમ તુજને મળવા આજે આવી રહ્યો છે.
ચંદ્રના શિતળ કિરણોની રાત પણ ઝગમગી રહી છે,
ફુલોની સુગંધથી વાતાવરણ મદમસ્ત બની રહ્યું છે.
હ્રદયના દરવાજા ખોલીને ઉભી રહેજે મારી વાલમ,
તારો પ્રિયતમ પ્રેમની "મુરલી" છેડવા આવી રહ્યો છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)