જીવન એક સંગીત
જીવન એક સંગીત
જીવન એક મધુર સંગીત છે,
જે હરપળ આપણી સાથે છે,
સંગીતના સાત સ્વરોની જેમ,
આ જીંદગી સાત દિવસની છે.
સંગીતમાં મંદ અને તેજ લય છે,
જીવનમાં સુખ દુઃખની લય છે,
સુખ અને દુઃખને સંગીતની જેમ,
તાલ સાથે નિયંત્રિત કરવું પડે છે.
સંગીતમાં ગજબની શક્તિ છે,
જે મનને તનાવ મુક્ત રાખે છે,
સંગીતના સૂરીલા તરંંગોની જેમ,
હ્રદયની ભાવના વ્યક્ત કરાવે છે.
સંગીતમાં પ્રભુજીનું સ્મરણ છે,
જે સત્સંગમાં મનને ડુબાડે છે,
ભક્તિનાં તરાના ગાઈને "મુરલી",
ભવસાગર પાર કરી જવાય છે.
રચના-ધનજીભાઈગઢીયા"મુરલી" (જુનાગઢ)
