STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

હું તરસ્યો થઈ ગયો છું

હું તરસ્યો થઈ ગયો છું

1 min
11

આજ સવારે ઉઠતા તારી યાદમાં ડૂબ્યો છું, 
તારી યાદમાં ડૂબીને હું બેચેન થઈ ગયો છુ,

તને મળવા માટે મનથી અધિરો બન્યો છુ,
તારો ચહેરો જોવા હું તરસ્યો થઈ ગયો છું.

આજે તારો સંદેશા મળતા વાટ જોઉં છું,
ચારે બાજુ નજર નાખીને હું તને શોધુ છું,

તુ મળવા ન આવતા અતિ દુઃખી બન્યો છું,
તારો ચહેરો જોવા હું તરસ્યો થઈ ગયો છું.

આવ મારી દિલરૂબા તને સાદ કરી રહ્યો છું,
તારા માટે સાવનની ઘટા હું સજાવી રહ્યો છું,

"મુરલી" તને મારા દિલમાં સમાવવા ઈચ્છુ છું,
તારો ચહેરો જોવા હું તરસ્યો થઈ ગયો છું.

 રચના:- ધનજીભાઈ ગઢિયા "મુરલી" (જૂનાગઢ-ગુજરાત)


Rate this content
Log in

Similar gujarati poem from Drama