પડછાયો
પડછાયો
ચાંદની રાતે તારો પડછાયો મને દેખાય,
દિલની ધડકનમાં તારૂં નામ સાંભળાય.
તારી નજરે જોતા જ સમિર થંભી જાય,
આપણા પ્રેમની દુનીયાને જાણ થઈ થાય,
તારો શ્ચાસો ભલે મારા મનને સ્પર્શી જાય,
તેની સુગંધ મારા રોમ રોમમાં ફેલાઈ જાય.
તારા નયનોનાં ઇશારા મને લલચાવી જાય,
તારી પ્રેમની ભાષા પણ મને સમજાઈ જાય,
સાંજ પડતા તારી યાદ મનમાં છવાઈ જાય,
મારા વિરહની વેદના પળમાં દૂર થઈ જાય.
રાતે સપનામાં આવીને તુ હકીકત બની જાય,
તારો પડછાયો જીવનનો સહારો બની જાય,
આજ પૂનમની રાતે જ અધૂરૂં મિલન પુરૂં થાય,
"મુરલી" ના દિલમાં તુ શરમાઈને સમાઈ જાય.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

