તારી નજરની અસર
તારી નજરની અસર
તારી નજરમાં મેં આજે ઉજાશ નિહાળ્યો,
રાતના અંધકારને ડરીને સંતાતો નિહાળ્યો.
નજરની એવી અસર થઈ મારા દિલ પર,
મારા દિલ પર ઊંડો છેદ થતો નિહાળ્યો.
તારી નજરથી મે સૂર્યોદય થતાં નિહાળ્યો
રાતના ચંદ્રને પણ શરમાઈ જતાં નિહાળ્યો,
નજરની એવી અસર થઈ મારા મન પર,
આ વહેતા સમિરને થંભી જતા નિહાળ્યો.
તારી નજરમાં પ્રેમનો આવકાર નિહાળ્યો,
તારી પાંપણો પર ખુદને ઝુલતો નિહાળ્યો,
તારી નજરની અસર હમેશા રહે "મુરલી",
તારા પ્રેમને મારી ઉપર વરસતા નિહાળ્યો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

