STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

શિષ્ટાચાર

શિષ્ટાચાર

1 min
0

દરેકના હ્રદયમાં વસી જાય તેને શિષ્ટાચાર કહેવાય છે, માનવ ને જે માનવ બનાવે તેને શિષ્ટાચાર કહેવાય છે.

વાતોમાં મધુરાશ હોય અને નજરમાં હોય જો સન્માન,
સંબંધોને જે મજબૂત બનાવે તેને શિષ્ટાચાર કહેવાય છે.

ગુસ્સો કરે છતાં પણ જો શબ્દોથી મળતી હોય રાહત,
મૌન રાખીને સમજાવી શકે તેને શિષ્ટાચાર કહેવાય છે.

નાના ઉપર મમતા હોય અને મોટા ઉપર હોય આદર,
દરેકનું હ્રદય પ્રેમથી ધડકાવે તેને શિષ્ટાચાર કહેવાય છે.

ગમે તેટલી ભીડમાં પણ જે પોતાની બનાવે ઓળખ, પોતાના સંસ્કારથી આકર્ષે તેને શિષ્ટાચાર કહેવાય છે.

નફરત કરનાર માનવના હ્રદયમાં પ્રગટાવે પ્રેમ જ્યોત,
પત્થર જેવુ હ્રદય પીગળાવે તેને શિષ્ટાચાર કહેવાય છે.

જીવનની લાંબી સફરમાં જે બને ઝળહળતો દીપક, "મુરલી" અંધકારને દૂર કરે તેને શિષ્ટાચાર કહેવાય છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational