તારાઓનાં શહેરમાં
તારાઓનાં શહેરમાં
તારાઓના શહેરમાં હું આજે આવી ગયો છું,
કલ્પનાની દુનિયામાં જાણે હું ખોવાઈ ગયો છું,
મારા મનમાં છવાઈ છે તારી યાદોની વણઝાર,
તને શોધવા માટે હું ગલીઓમાં ભટકી રહ્યો છું.
તારાઓના શહેરમાં દેખાય છે નિરાશાની અસર,
તારો પ્રેમ મેળવવા માટે હું અતિ તરસી રહ્યો છું.
આ સુમસાન રાતોમાંં છુપાઈ ગયા છે અરમાન,
જલ્દી સવાર થાય તેની હું રાહ જોઈ રહ્યો છું.
વિરહની આગમાં સળગી રહ્યા છે મારા સપનાં,
મારી આંખોમાથી આંસુઓ હું વહાવી રહ્યો છું.
આવ્યો છું હું હ્રદયમાં આશાઓ ભરીને આજ,
તારી તસ્વીર હાથમાં લઈને હું સાદ કરી રહ્યો છું.
દેખાડી દે તારી સૂરત ઓ મારી વ્હાલી "મુરલી",
તારાઓના શહેરમાં તારૂં મિલન ઈચ્છી રહ્યો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

