સ્વાગત
સ્વાગત
પ્રિયતમાએ આજે કર્યુ છે મારૂં સ્વાગત,
કોયલ જેવા ટહૂંકોથી કર્યુ મારૂં સ્વાગત.
પ્રેમનો દીપ હ્રદયમાં પ્રજ્વલિત થઈ ગયો,
અધરોના મધુર સ્મિતથી કર્યું મારૂ સ્વાગત.
પ્રેમનો મલ્હાર મારા તનને ભીંજવી ગયો,
વિરહની આગ બુઝાવીને કર્યું મારૂ સ્વાગત.
નજરથી નજર મળતા જામ છલકી ગયો,
જામની પ્યાલી પીરસીને કર્યુ મારૂ સ્વાગત.
તેની સુંદર સૂરતથી હું ખૂબ અંજાઈ ગયો,
સ્નેહથી હાથ લંબાવીને કર્યુ મારૂં સ્વાગત.
મન મયૂરે કેંકારવ કરતા હું હરખાઈ ગયો,
તેની નખરાળી અદાએ કર્યું મારૂં સ્વાગત.
યુગો યુગોનો મહેમાન બની ગયો "મુરલી",
પ્રેમનું આલિંગન આપીને કર્યુ મારૂં સ્વાગત.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ-ગુજરાત)

