ઘમંડની આગ
ઘમંડની આગ
સળગી રહ્યો છે માનવ ઘમંડની આગમાં,
ખોઈ ચુક્યો છે એ પ્રેમ ઘમંડની આગમાં.
માથુ ઉંચુ રાખીને નથી જોયું કોઈની સામે,
નફરત કરતો રહ્યો છે એ ઘમંડની આગમાં.
મીઠી વાણી બોલવાનું ન કદી તે સમજ્યો,
અક્કડ ચાલી રહ્યો છે એ ઘમંડની આગમાં.
ગુરુ જ્ઞાન મળ્યું છતાં પણ તે કદી ન સુધર્યો,
અજ્ઞાન બની ચુક્યો છે એ ઘમંડની આગમાં.
સૌને મુઠ્ઠીમાં રાખીને એ જુલ્મ કરતો રહ્યો,
માનવતાને ભૂલ્યો છે એ ઘમંડની આગમાં.
ઘમંડના નશામાં તે કદી નમ્ર ન બની શક્યો,
'મુરલી' રાખ બન્યો છે એ ઘમંડની આગમાં.
રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)
