ભ્રમની જાળ
ભ્રમની જાળ
ભ્રમની જાળમાં આજે ગૂંચવાઈ રહ્યો છું હું,
સામે સત્ય છે, છતાં પણ છેતરાઈ રહ્યો છું હું.
નજરે જે જોયું, એને જ મેં સાચું માની લીધું,
હવે વિચારોના ઊંડા મંથનમાં ડૂબી રહ્યો છું હું.
સમય બદલાઈ જતા ખૂલી રહ્યા છે રહસ્યો,
પોતાના જ પરાયા થઈ જતા જોઈ રહ્યો છું હું.
સપનાઓની દુનિયામાં ભટકતો હતો સદા,
સચ્ચાઈના ઊંડી ખાણમાં ખોવાઈ રહ્યો છું હું.
ભ્રમે હંમેશા મને બાંધીને રાખ્યો હતો અહીં,
પોતાને જ હ્રદર ભીતરમાં શોધી રહ્યો છું હું.
દેખાવા લાગ્યા છે સચ્ચાઈના કિરણો હવે,
'
મુરલી' ભ્રમની આ જાળને તોડી રહ્યો છું હું.
રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)
