STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

આ તે કેવુ બંધન?

આ તે કેવુ બંધન?

1 min
0

નથી હું કાંઈ કહેતો, નથી તે પણ કાંઈ કહેતી,
છતાં તેના મૌનમાં પ્રેમનો સંદેશો વહી રહ્યો છે.

આ તે કેવો સંબંધ છે, નથી તેનું કાંઈપણ નામ,
છતાં પ્રેમનો તંતુ કાયમ મજબૂત બની રહ્યો છે.

નથી અંતર બંને વચ્ચે, નથી કોઈ જ મજબૂરી,
છતાં અમે બંને વફાદાર બની જીવી રહ્યા છીએ.

ન ફરિયાદ, ન કોઈ દુઃખ, નથી ઈચ્છા અધૂરી,
છતા પ્રેમ દીપનો પ્રકાશ ફેલાવતો જ રહ્યો છે.

અચાનક યાદ બનીને રાતે સપનામાં તે આવી,
તો આંખમાંથી અશ્રુઓનાં મોતી વહી રહ્યા છે.

આ તે કેવું બંધન છે? દુનિયા ન સમજી "મુરલી",
નથી સાથે રહેતા, છતાં દિલમાં વસી રહ્યા છીએ.

 રચના-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama