શરમાઈ ગયું ઉદ્યાન
શરમાઈ ગયું ઉદ્યાન
સંગીતના મધુર સ્વરથી મહેંકી રહ્યું છે આ ઉદ્યાન.
હ્રદયની ધડકન તાલથી નાચી રહ્યુ છે આ ઉદ્યાન.
રેશમી ચુંદડી ઓઢીને આવી રહી છે મારી પ્રિયા,
તેના આવવાથી આજ રંગીન બન્યુ છે આ ઉદ્યાન.
સરરર પવનની લહેરથી ઊડવા લાગી તેની ચુંદડી,
તેને જોઈને મદહોશીમાં ડૂબી ગયું છે આ ઉદ્યાન.
પ્રિયાના અવિરત ઇશારાથી પીગળ્યું છે મારૂ હ્રદય,
મારી હાલત જોઈને સ્મિત કરી રહ્યુ છે આ ઉદ્યાન.
વિખરાવા લાગ્યુ છે મનમાં રહેલ નફરતનું ધુમ્મસ,
પ્રેમની સુરીલી શરણાઈ વગાડી રહ્યું છે આ ઉદ્યાન.
દોડીને પ્રિયતમાની બાહોંમાં સમેટાઈ ગયો "મુરલી",
પ્રેમનો મલ્હાર વરસતા શરમાઈ ગયું છે આ ઉદ્યાન.
રચના:- ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

