STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનો વરસાદ

પ્રેમનો વરસાદ

1 min
0

વરસાદે તારા સ્પર્શની સુગંધ ભીંજવી દીધી,
મારા હૃદયની દરેક ધડકન પ્રેમથી ભરી દીધી.

તારી સામે મે જોયુ તો, આંખે ખીલ્યા સપના,
નજર મળતાં જ પ્રેમની જામ છલકાવી દીધી.

તુ સ્મિત બનીને આવી મારી ભીની પાંપણ પર,
વરસાદની બુંદોએ પ્રેમની તડપ વધારી દીધી.

વાદળોની ગર્જનાથી તુ ભયભીત બની ગઈ,
તે જોઈને મે તને મારી બાહોંમાં સમાવી દીધી.

હ્રદયમાં પ્રજ્વલિત થઈ ગઈ પ્રેમની જ્યોતિ,
વરસાદે પણ એ ક્ષણોને અમર બનાવી દીધી.

 શ્વાસની સરગમે સમજાવી મને મૌનની ભાષા,
"મુરલી" આ વરસાદે પ્રેમમાં રંગત લાવી દીધી.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama