STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મેહુલિયો તરસે

મેહુલિયો તરસે

1 min
5

આંખમાં પ્રેમનો દરિયો તરસે,
તું આવે તો, મેહુલિયો તરસે.

 સ્પર્શ તારો મળે જો એકવાર,
રોમ-રોમમાં અમીરસ વરસશે.

શ્વાસમાં ગુલાબી ફોરમ ભળી,
દિલ હવે મિલન કાજે તડપશે. ​

ચાલ, ભીંજાઈ જઈએ પ્રીતમાં,
વાદળો પણ હવે જરૂર વરસશે. ​

તારી ઝુલ્ફોનો છાંયડો મળે તો,
તડકો પણ મને હવે રૂડો લાગશે.

રાત આખી તારા વિચારો આવે,
ચંદ્દ આજ આપણી પ્રીત દેખશે.

'મુરલી' વગાડે મેઘમલ્હારની ધૂન,
તારા વિના ક્યાં સુધી તરસશે?

 રચના:-ધનજીભાઈ ગઢીયા ​'મુરલી' (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama