STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

વરસાદની રાત

વરસાદની રાત

1 min
0

રિમઝિમ વરસે મેઘ અને ભીંજાય આખી રાત,
તારી યાદોમાં દિલ મારું મલકાય આખી રાત.

નભમાં ચમકતી વિજળીથી તારો ચહેરો ઝળહળે,
પ્રેમ વહાવતી આંખોમાં સપનું સજાય આખી રાત.

સરરર લહેરાતો સમિર લઈને આવે તારી ખુશ્બૂ,
મનનો મયૂર ટહૂંકા કરીને તત થૈ નાચે આખી રાત.

પાયલની ઝણકાર જેવો નાદ કરે વરસાર ધીરે ધીરે, ધબકારા મારા દિલના આજ ધડકે છે આખી રાત.

વાદળની આડશમાં ચંદ્ર પણ શરમાઈને સંતાય,
પ્રેમનો તારા રૂપની ચાંદનીમાં મદહોંશ બને આખી રાત.

આ મસ્ત મજાની ઋતુ માં રાહ જોઉં છું "મુરલી",
તું સાથે હો તો મિલન માં ખોવાઈએ આખી રાત.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama