ગોખથી રે
ગોખથી રે
માત આવ્યા લઈ નોરતા ગોખથી રે,
આંગણે તો પધારો હવે હોંશથી રે,
એજ ચરણે ઝૂકાવ્યું હતું શીશ પ્રેમે,
માન આપી કદી હાથ દે પ્યારથી રે,
માત ભોળી મદદ લોકની ખૂબ કરતી,
કે ભજી લે માને આજ તું ભાવથી રે,
આજ ગબ્બર ચઢી થાળ ધરાવતા ત્યાં
લેખ લખશે વિધાતા પછી જોશથી રે,
ત્યાં સખીઓ મળી આજ આનંદ કરતી,
સાથ સૌ ઘૂમતી જોગણી લોકથી રે,
રાતનાં એ નવો વેશ લઈ નિકળ્યા ને,
લોકમાં થાય ચર્ચા ઘણી ચોકથી રે,
એ ખુશીની ક્ષણો મન જીવે છે જ અઢળક,
ભાગ ભજવે અહીં સ્નેહ પણ શોખથી રે.