STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

સમયનો પાલવ

સમયનો પાલવ

1 min
14.2K


જીંદગીનાં ખભેથી સમયનો પાલવ સરકી ગયો,

એક સંબંઘ હાથમાંથી હવાની જેમ સરકી ગયો,


એની આંખથી મારી આંખ મળી માત્ર એક જ ક્ષણ,

ત્યાં તો ધબકારો રૂદિયાનો હોઠ ઉપર મલકી ગયો,


ઉમરનો ઉભરો હતો ઉરનાં ઉમળકાનો અમથો,

અનુભવે સમજાયું તો આંખડીમાંથી છલકી ગયો,


ન જાણે કેટલાં જન્મોથી હોમાતી આવી રૂહ મારી,

તને પામવાનાં અભરખામાં ફરી એક ભવ ભરખી ગયો,


"પરમ" વચનને કિનારો કાલિન્દીનો યાદ કર છોગાળા,

આ પવન પલટે એમ શું કામ તું પ્રેમમાં "પાગલ" પલટી ગયો?


Rate this content
Log in

Similar gujarati poem from Drama