તુજ આગમનનો ભાસ
તુજ આગમનનો ભાસ
1 min
9.0K
તારા વગર સંગીતના સૂર સાતેય ઉદાસ છે
તું દૂર મુજથી હોવા છતાંય રૂદિયાની પાસ છે
વાંસળી સમજી ઉઠાવી લે એકવાર મુજને તું
પછી મારી આ જન્મે બીજી કોઈ જ ક્યાં આશ છે
આમ તો સતત વહે શ્વાસ બની તું જ મુજ મહીં
સ્વર બની પ્રગટે વાંસળીએ એ ફૂંક કંઈ ખાસ છે
જાતને સૂકવી કાળજું છેદાવી બની છે આ તાસીર
તારી યાદોના સહારે શબ્દોમાં કેવો મૌન પ્રાસ છે
"પરમ" તારી પાછળ ભટકું "પાગલ" થઈ યુગોથી
હર પગરવમાં તેથી જ તુજ આગમનનો ભાસ છે