અદ્શ્ય આભા
અદ્શ્ય આભા
કાંટાઓની હિફાજત વચ્ચે, મહેંકતી વ્યથા હતી હું,
હવે તારા ચરણોમાં આવ્યા, પછીની સફળ કથા છું,
એક સંપૂર્ણ સમર્પણ થયું, અસ્તિત્વ મારૂં હવે,
તું આવે કે ન આવે તારાથી હું, હવે ક્યાં ખફા છું,
બલિદાન થયેલા બીજની આખરી હું પ્રતિક્રિયા,
મહેસૂસ તો કરી જો હું તો, પરોઢિયાની સબા છું,
તુજ કર કમલો થકી બનું શ્યામનો શ્રૃંગાર હું,
તારા ઘરદ્વારની રોજબરોજની અનોખી શોભા છું.
આ રંગોની એક "પરમ" જીવંત ઘટના રોજ ઘટતી
"પાગલ" ખૂશ્બૂ નિતારતી એક અદ્રશ્ય આભા છું.