અલ્પવિરામ
અલ્પવિરામ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અલ્પવિરામ છું...અનુસંધાન છું હું...
પૂર્ણવિરામ નથી....
કેટકેટલા જીવંત પુસ્તકો જિંદગી બની, મારી આસપાસ એક પુસ્તકાલય બની ઉધળી રહ્યા, મુજ સમક્ષ ને હું વાંચી રહ્યો
એનો આંખોમાં રોજ રોજ
નવી નવલકથાઓ..
ને કાવ્યો તો આંખોમાંથી
નવા કાવ્ય સંગ્રહની જેમ રોજ થઈ રહ્યા પ્રકાશિત...
અલ્પવિરામ છું....અનુસંધાન છું હું...પૂર્ણવિરામ નથી....
ને એક સદા વળગેલી રહેતી મારી ડાયરી મને,
જીવન સંગીની જેમ લખીને
વાંચી રહ્યો સમજવા એને..
કોણ જાણે કેટલા યુગો ને જન્મોથી....
અલ્પવિરામ છું..અનુસંધાન છું હું ...પૂર્ણવિરામ નથી...